post-img

સતર્ક રહો : ‘પાર્ટ ટાઇમ જૉબ’ના બહાને મેસેજ કરી મહિલા પાસેથી ખંખેરી લીધા 15 લાખ રૂપિયા

શહેરમાં ઓનલાઈન નોકરીની તકો અને ઘરેથી કામ કરવાના વિકલ્પોનું ખોટું વચન આપીને લાખો    રૂપિયાની કમાણી કરી છે.

રાજ્યમાં ઓનલાઈન અને સાયબર ફ્રોડની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગરમાં આજે વધુ એક ચોંકાવનારી ઘટનાનો પર્દાફાશ થયો છે, જ્યાં છેતરપિંડી કરનાર વ્યક્તિઓના જૂથે શહેરના બિન શંકાસ્પદ રહેવાસીઓને ઓનલાઈન નોકરીઓ અને ઘરેથી કામ કરવાની તક આપીને નોંધપાત્ર રકમની ચોરી કરી છે. પરિણામે, આ છેતરપિંડીની પ્રવૃત્તિ અંગે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

ભાવનગર શહેરમાં ફરી એક વખત એક મહિલા જોડે ઓનલાઇન છેતરપિંડીનો બનાવ બન્યો છે. અહીં વર્ક ફ્રૉમ હૉમ થી સારા રૂપિયા મળશે એવી લાલચ આપી કેટલાક ઠ્ગ્સો વેબસાઈટ પર રેટિંગ આપવાનું કહ્યું હતુ, અને બાદમાં મહિલા પાસેથી આ શખ્સોએ 15 લાખ રૂપિયા પડાવ્યા હતા. ફ્રૉડ કરનારા ઠ્ગ્સો એ  મહિલાને પહેલા ટેલિગ્રામ પર મેસેજ કર્યો હતો, આ મેસેજમાં મહિલાને વર્ક ફ્રૉ હૉમ અને પાર્ટ ટાઇમ જૉબ કરવા માંગો છે એવો મેસેજ લખેલો હતો. જોકે, મહિલાએ આ મેસેજનો જવાબ આપ્યો કે તરત જ ફ્રૉડ કરનાર શખ્સોએ મહિલાને અલગ અલગ પેજ ના ઓનલાઇન રેટિંગ આપવાનું કહીને તેના બદલામાં કમિશન મળશે એવી તમામ પ્રકારની લાલચ આપીને મહિલાનું એકાઉન્ટ બનાવી લીધુ હતુ. ફ્રૉડ કરનારા શખ્સે પોતાનું નામ અશોક હોવાનું મહિલાને જણાવ્યુ હતુ. આમ કર્યા બાદ બાદ આ ઘટનામાં ફ્રૉડ કરનારા શખ્સે મહિલાને અલગ અલગ સ્કીમો ના બહાને 15 લાખ રૂપિયાથી વધુની રકમ પડાવી લીધી હતી. બાદમાં જ્યારે મહિલાને ખબર પડી કે તેની સાથે ફ્રૉડ થઇ રહ્યું છે તો મહિલાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

authorimg

16 August 2023